મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોલા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ કારપૂલિંગ અભિયાનમાં જોડાયો, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા સૂચન

ગુજરાત યુનિવર્સિટી બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલ પણ કારપૂલિંગ અભિયાનમાં જોડાઈ છે. અમદાવાદની સોલા

ગુજરાત યુનિવર્સિટી બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલ પણ કારપૂલિંગ અભિયાનમાં જોડાઈ છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશે ઇંધણ અને ઊર્જા બચત માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. હોસ્પિટલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.

નજીકમાં રહેતા કર્મચારીઓ અને અધિકારીઓને એક જ રૂટમાં કાર શેરિંગ અને કારપૂલિંગ કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ હોસ્પિટલ તંત્રએ તમામ સ્ટાફને ઊર્જા સંરક્ષણ માટે જવાબદારીપૂર્વક સહયોગ આપવા જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો