મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક સામે SOGનું સરપ્રાઈઝ ચેકિંગ, સઘન કાર્યવાહી શરૂ

વડોદરા શહેરમાં ડ્રગ્સ અને માદક પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લ

તસવીર: gstv

વડોદરા શહેરમાં ડ્રગ્સ અને માદક પદાર્થોની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા SOG દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના શંકાસ્પદ સ્થળો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી હતી. ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવાના હેતુથી SOGની વિવિધ ટીમોએ સંયુક્ત કામગીરી કરી હતી. વડોદરા પોલીસ અગાઉના વર્ષમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી સફળતા મેળવી ચૂકી છે, જેમાં 49 કેસ નોંધી 82 આરોપીઓની ધરપકડ કરી અંદાજે 2.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો. જ્યારે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 46 આરોપીઓને ઝડપી પાડીને આશરે 1.36 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો