મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ અને મનોદિવ્યાંગ બાળકોએ બનાવી રંગબેરંગી રાખડીઓ

Raksha Bandhan 2024 : રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેને લઇ બજારમાં અ

Raksha Bandhan 2024 : રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેને લઇ બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ અને મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી અનેક રંગબેરંગી રાખડી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

રક્ષાબંધનનો પર્વ એ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે. હવે રક્ષાબંધનના તહેવારને આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બજારમાં સોનાની રાખડીથી લઈને પ્લેટિનિયમ સુધીની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. આ બધામાં અન્ય લોકોથી અલગ પણ સમાજનો એક ભાગ એવા પ્રજ્ઞાચક્ષુ અને  મનોદિવ્યાંગ બાળકો પણ રાખડી બનાવી રહ્યા છે.

અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં આવેલ મનોદિવ્યાંગ માટેની શાળાના બાળકો વિવિધ પ્રકારની નાની મોટી રંગબેરંગી રાખડી તૈયાર કરી રહ્યા છે. તેમના દ્વારા રાખડી ઉપરાંત ડેકોરેટિવ થાળી અને શો-પીસ પણ તૈયાર કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો