VIDEO: સિદ્ધારમૈયાની મોટી જાહેરાત, 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડે
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. માંડ્યામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે હાલની રાજનીતિ ભ્રષ્ટાચારથી પ્રભાવિત બની ગઈ છે અને વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય અને લોકોના પ્રશ્નો તથા હક્ક માટે સતત અવાજ ઉઠાવતા રહેશે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે 2028 સુધીમાં તેમના રાજકીય જીવનના 50 વર્ષ પૂર્ણ થશે અને સરકારનો કાર્યકાળ પૂરો થાય ત્યારે તેમની ઉંમર 81થી 82 વર્ષ થશે. તેમના આ નિવેદન બાદ કર્ણાટકની રાજનીતિમાં આગામી નેતૃત્વને લઈને નવી ચર્ચાઓ તેજ બની છે.




