VIDEO / ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારત પરત ફર્યો શ્રેયસ અય્યર, ફૂલો સાથે કરાયું સ્વાગત
ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતીને ભારતીય ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી, ટીમ
ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતીને ભારતીય ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી, ટીમ એકસાથે ભારત પરત ફરી હતી, પરંતુ આ વખતે ટીમના સભ્યો અલગ અલગ શહેરોમાં ઉતર્યા છે. કેપ્ટન રોહિત શર્મા મુંબઈ પહોંચ્યો, તો ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ અમદાવાદ ઉતર્યો હતો. હવે શ્રેયસ અય્યર પણ ભારત પાછો આવી ગયો છે. તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ હવે બધા ખેલાડીઓ IPL તૈયારી શરૂ કરશે.




