મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસનો ધામધૂમથી પ્રારંભ, હાટકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ સાથે શિવમય વાતાવરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી પવિત્ર શ્રાવણ માસનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. જિલ્લાના ગામ દેવતા હાટકેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે સમગ્ર જિલ્લાના શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભગવાન શિવને બીલીપત્ર, પુષ્પો અર્પણ કરવા સાથે ડ્રાયફ્રૂટ્સ અને અન્નકૂટનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો છે. શ્રાવણ નિમિત્તે ભજન-ભોજન અને ભક્તિનો અનોખો સંગમ રચાયો છે. આજે સાંજે ભવ્ય આરતી, દીપમાળા, મહાઅભિષેક, રુદ્રાભિષેક અને ચાર પ્રહરની આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શ્રાવણી ઉજવણીનો માહોલ જામ્યો છે.

આ સમાચાર શેર કરો