VIDEO: સુરેન્દ્રનગરમાં રોગચાળો વકર્યો, ત્રણ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 850થી વધુ દર્દીઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની

સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં ૮૫૦ કરતા વધુ દર્દીઓની ઓપીડી નોંધાતા તંત્ર પણ સાવધ થઈ ગયું છે.શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો એ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડેંગ્યુ, મેલેરિયા, કોલેરા અને ડાયેરિયાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના લીધે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાખો અને કતારો લાગી ગઈ છે.




