મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં 72 કલાક બાદ રાજસ્થાનના ચારેય યુવકોના મૃતદેહ સ્વીકારાયા

સુરેન્દ્રનગરના નગરા ગામે સોલાર કંપનીમાં કામ કરતા રાજસ્થાનના ચાર

તસવીર: gstv

સુરેન્દ્રનગરના નગરા ગામે સોલાર કંપનીમાં કામ કરતા રાજસ્થાનના ચાર યુવકોના ઉમય નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ઘટનાના 72 કલાક બાદ પરિવારજનોએ ચારેય મૃતદેહોનો સ્વીકાર કર્યો હતો. પરિવારજનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેના કારણે મૃતદેહો હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન ASP સહિત સોલાર કંપનીના કર્મચારીઓ અને અન્ય લોકો દ્વારા રાજસ્થાનના પરિવારજનોને સમજાવટ કરવામાં આવી હતી. સોલાર કંપનીના માલિકોએ પરિવારજનોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતા અંતે પરિવારજનોએ મૃતદેહો સ્વીકાર્યા હતા.

આ સમાચાર શેર કરો