Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : ASI suspended in case of illegal stock market dealing in Surendranagar

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે શેરબજાર ડિલિંગ મામલે ASI સસ્પેન્ડ, પોલીસ અધિકારીના ઘરે જ ધમધમતું હતું નેટવર્ક

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે શેરબજાર ડિલિંગ મામલે ASI સસ્પેન્ડ, પોલીસ અધિકારીના ઘરે જ ધમધમતું હતું નેટવર્ક
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપરમાં ગેરકાયદેસર શેર બજાર ડિલિંગ નેટવર્ક મામલે ASI પોલીસકર્મી સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી જેતપુર પોલીસને સોંપાઈ છે. રેન્જ આઈ.જીની ટીમે ગેરકાયદેસર શેર બજારના ડિલિંગનું નેટવર્ક ઝડપી લીધું હતું અને આ નેટવર્ક રતનપર રામેશ્વર ટાઉનશીપમાં સંજયસિંહ રાઠોડના ઘરે જ ચાલતું હતું.

 23 ઈસમો સામે ગુનો દાખલ 

App Store

તપાસ દરમિયાન 100 કરોડથી વધુના લેતીદેતીના હિસાબો મળ્યા હતા. આંગડીયા પેઢીથી હારજીતની રકમ લેતી-દેતી કરવામાં આવતી હતી. પોલીસે આ મામલે 23 ઈસમો સામે ગુનો દાખલ કરી 10 લેપટોપ, 29 મોબાઈલ અને અન્ય સાહિત્યની તપાસ શરૂ કરાઇ છે. આ બનાવથી સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતાઓ સેવાઇ રહી છે.