મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શ્રાવણ અમાસે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગરના શિવ મંદિરો "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ શિવલિ

તસવીર: gstv

શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગરના શિવ મંદિરો "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારથી જ શિવલિંગના દર્શન, વિશેષ પૂજા અને મહાઆરતી માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવાલયોમાં લઘુરુદ્ર, મહારુદ્ર અને વિશેષ અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું. જોરાવરનગરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, ભજન અને મહાપ્રસાદના સંગમ સાથે શ્રાવણ માસની ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ.

આ સમાચાર શેર કરો