મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં શોર્ટ સર્કિટ લાગતા ઇલેક્ટ્રિક બાઈક બન્યું હાડ પિંજર

પાટણ શહેરમાં ગાયત્રી મંદિર પાસેની સોસાયટીમાં એક ઈલેકટ્રિક ટુ વ્હીલર સાધનમાં આગ લાગી હતી. પાટણમાં ગાયત્રી મ

પાટણ શહેરમાં ગાયત્રી મંદિર પાસેની સોસાયટીમાં એક ઈલેકટ્રિક ટુ વ્હીલર સાધનમાં આગ લાગી હતી. પાટણમાં ગાયત્રી મંદિર સામે આવેલી વલ્લભ સોસાયટીના બંગલા નંબર 41માં એક ઈલેકટ્રિક ટુ વ્હીલર સાધન બંગલાની અંદર પાર્ક કર્યું હતું જેમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

આ પણ વાંચો : અમદાવાદના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરી, ગેંગમાંથી એક ઝડપાયો અન્ય હજુ ફરાર

આગ લાગતાની સાથે જ સ્થાનિક રહીશો તાત્કાલિક મદદે આવ્યા હતા. તેમજ ઘટનાને કારણે સોસાયટીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આખરે રેત અને પાણી નાખી આગને કાબુમાં કરવામાં આવી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઇલેક્ટ્રિકલ બાઈક સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો