VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, ઉદ્ધવ જૂથના નેતા માટે આવેલું હેલિકોપ્ટર ક્રેશ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેના હેલિકોપ્ટરમાં ચઢ્યા પહેલા જ ક્રેશ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેના હેલિકોપ્ટરમાં ચઢ્યા પહેલા જ ક્રેશ થઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર બન્ને પાયલોટ સુરક્ષિત છે. હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુષ્મા અંધારેએ હેલિકોપ્ટર તૂટી પડ્યાનો વીડિયો ખુદ પોસ્ટ કર્યો છે.
શિવસેના (UBT) નેતા અંધારે દ્વારા શેર કરવામાં આવેલા લાઇવ રેકોર્ડિંગ અનુસાર, હેલિકોપ્ટર એક અજાણ્યા સ્થળે લેન્ડિંગનો પ્રયાસ કરતું હતું અને અચાનક સંતુલન ગુમાવતા દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે એક પ્રાઇવેટ હેલિકોપ્ટર જે શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લેવા માટે આવ્યું હતું. લેન્ડિંગ સમયે અચાનક દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. હેલિકોપ્ટરનો પાયલોટ હેલિકોપ્ટરમાંથી કૂદી જતા તે સફળ રહ્યો હતો અને બચી ગયો હતો.પોલીસ અને બચાવ દળ ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી.




