મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: INDI ગઠબંધન પર શિવરાજસિંહ ચૌહાણના આકરા પ્રહાર: ગઠબંધન વિખેરાઈ ગયું, રાહુલ ગાંધીને કોઈ નેતા માનવા તૈયાર નથી

કેન્દ્રીય મં

તસવીર: gstv

 કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સતત હાર છતાં કોંગ્રેસ સુધરવા તૈયાર નથી અને જનતા વચ્ચે ભ્રમ ફેલાવી રહી છે. આજે યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા જ ગઠબંધનમાં મોટું વિભાજન જોવા મળ્યું છે. આ મહત્વની બેઠકમાં અખિલેશ યાદવ, એમ.કે. સ્ટાલિન કે અરવિંદ કેજરીવાલ જેવા મોટા નેતાઓ ગેરહાજર રહ્યા હતા. ડીએમકેએ તો કોંગ્રેસ સાથે બેસવાની પણ ના પાડી દીધી હોવાનો તેમણે દાવો કર્યો છે. શિવરાજસિંહે કટાક્ષ કર્યો કે ઈન્ડિયા ગઠબંધન કે ખુદ કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીને પોતાના નેતા માનવા તૈયાર નથી.

આ સમાચાર શેર કરો