Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India is nowhere against China at the Asian Games 2026, stopping at just 8 gold medals India

એશિયન ગેમ્સ 2026માં ચીન સામે ભારત ક્યાંય નથી, માત્ર 8 ગોલ્ડ મેડલ પર અટક્યું છે INDIA

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
એશિયન ગેમ્સ 2026માં ચીન સામે ભારત ક્યાંય નથી, માત્ર 8 ગોલ્ડ મેડલ પર અટક્યું છે INDIA
સોર્સ : gstv

જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી 20મી એશિયન ગેમ્સ 2026ના શરૂઆતના 12 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ભારતીય દળ માટે સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 28 ગોલ્ડ સહિત 106 મેડલ જીતીને "100 પાર"નો ઐતિહાસિક રેકોર્ડ બનાવનાર ભારત આ વખતે શરૂઆતના 12 દિવસમાં માત્ર 8 ગોલ્ડ મેડલ સુધી જ પહોંચી શક્યું છે. 495 સભ્યોના વિશાળ દળ અને ખેલાડીઓની ટ્રેનિંગ પાછળ ખર્ચાયેલા આશરે ₹800 કરોડ છતાં, ભારતીય સ્પોર્ટ્સ સિસ્ટમનો દાવો જાપાનના મેદાન પર પોકળ સાબિત થયો છે.

App Store

ચીન સામે ભારત ક્યાંય નથી: મેડલ ટેલીની સરખામણી

મેડલ ટેબલ પર નજર કરીએ તો એશિયન ગેમ્સના બેતાજ બાદશાહ ચીન અને ભારત વચ્ચેનો તફાવત આકાશ-જમીન જેટલો વિશાળ છે:

દેશ
ગોલ્ડ
સ્પર્ધામાં સ્થિતિ / મુખ્ય પરિમાણ
ચીન
143થી વધુ
1982થી સતત દરેક એશિયન ગેમ્સમાં નંબર-1
જાપાન
45ની આસપાસ
મેડલ ટેલીમાં બીજા ક્રમે મજબૂત સ્થિતિ
ભારત
માત્ર 8
નાના-નાના દેશ સાથે સ્પર્ધા

હોંગકોંગ અને નોર્થ કોરિયા સાથે સ્પર્ધા કરવા મજબૂર

ચીન 143થી વધુ ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેબલ પર એકહથ્થુ વર્ચસ્વ જમાવીને બેઠું છે, જ્યારે બીજા ક્રમે રહેલા યજમાન જાપાન પાસે લગભગ 45 ગોલ્ડ છે. બીજી તરફ, ભારત માત્ર 8 ગોલ્ડ મેડલ મેળવી શક્યું છે. સ્થિતિ એટલી હદે દયનીય છે કે ભારતનો મુકાબલો ચીન કે જાપાન સાથે નહીં, પણ ચીનના એક નાના શહેર જેટલા વિસ્તાર હોંગકોંગ સાથે થઈ રહ્યો છે. એટલું જ નહીં, વિશ્વથી અલગ-થલગ પડેલું રિપબ્લિક ઓફ કોરિયા 24 ગોલ્ડ અને છેલ્લા છ મહિનાથી યુદ્ધમાં ફસાયેલું ઈરાન 10 ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ભારતથી આગળ નીકળી ગયા છે.

ભારતના 8 ગોલ્ડ મેડલનું ગણિત

ભારતને મળેલા 8 ગોલ્ડ મેડલનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે દેશ હજુ પણ એવી રમતો પર નિર્ભર છે જે વૈશ્વિક સ્તરે બહુ ઓછા દેશો રમે છે:

  • કબડ્ડી: 2 ગોલ્ડ મેડલ (મહિલા અને પુરુષ બંને ટીમો).
  • આર્ચરી: 2 ગોલ્ડ મેડલ (મહિલા અને મિક્સ બંને ટીમો).
  • ક્રિકેટ: 1 ગોલ્ડ મેડલ (ભારતીય મહિલા ક્રિકેટ ટીમ).
  • શૂટિંગ: 2 ગોલ્ડ મેડલ (જે પ્રોત્સાહક છે).
  • એથ્લેટિક્સ: 1 ગોલ્ડ મેડલ (જે માંડ-માંડ મળ્યો છે).

એથ્લેટિક્સમાં બહુ મુશ્કેલીથી તૂટ્યો 'ગોલ્ડન દુષ્કાળ'

ભારતની આ દુર્દશાનું સૌથી મોટું કારણ એથ્લેટિક્સમાં થયેલો મોટો ઉલટફેર છે. ઐતિહાસિક રીતે એથ્લેટિક્સ હંમેશાં એશિયન ગેમ્સમાં ભારતનો સૌથી મજબૂત ગઢ રહ્યો છે, જેણે દેશને સૌથી વધુ સોનાના મેડલ અપાવ્યા છે. પરંતુ આ વખતે જાપાનમાં ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધાઓમાં જે ખેલાડીઓ પાસેથી ગોલ્ડની આશા હતી, તેઓ દબાણમાં વિખેરાઈ ગયા અથવા પોતાની લય ગુમાવી બેઠા હતા. માત્ર મહિલાઓની 4x400 મીટર રિલે ટીમે ભારતને એથ્લેટિક્સમાં એક ગોલ્ડ અપાવ્યો છે. જાપાન, દક્ષિણ કોરિયા, કતાર, બહેરીન, ઈરાન અને ઉઝબેકિસ્તાનના ખેલાડીઓએ વ્યૂહાત્મક રીતે ભારતીય એથ્લેટ્સને પછાડીને પોડિયમ રેસમાંથી બહાર કરી દીધા છે.

ઐતિહાસિક આંકડાઓનું સત્ય અને સાતત્યનો અભાવ

  • 1990નું પુનરાવર્તન: 1990ની બેઇજિંગ એશિયન ગેમ્સને ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે, જ્યાં 195 ખેલાડીઓનું દળ માત્ર 1 ગોલ્ડ જીતી શક્યું હતું અને ભારત 11મા ક્રમે રહ્યું હતું. 2026માં 495 સભ્યો હોવા છતાં સ્થિતિ સુધરી નથી.
  • 70 વર્ષનો ઇતિહાસ: 195ની પ્રથમ એશિયન ગેમ્સમાં ભારત બીજા સ્થાને રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ ક્યારેય તે ઊંચાઈ આંબી શક્યું નથી. 70 વર્ષના ઇતિહાસમાં ભારત સરેરાશ 6ઠ્ઠાથી 8મા સ્થાને રહ્યું છે અને મેડલ સંખ્યા 35થી 50 વચ્ચે રહી છે.
  • 2023માં 106 મેડલ એક સુખદ અપવાદ હતો, પરંતુ ભારત પાસે મોટી સફળતાઓને સતત જાળવી રાખવા માટે કોઈ કાયમી વ્યવસ્થા કે સિસ્ટમ નથી.

ચીનનો બોધપાઠ: 1978ની હારથી બેતાજ બાદશાહ બનવા સુધીની સફર

જો ભારતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો ચીન પાસેથી શીખવું પડશે. 1978ની બેંગકોક એશિયન ગેમ્સમાં ચીન જાપાનથી પાછળ રહીને બીજા ક્રમે આવ્યું હતું. આ એક હારે ચીનની સમગ્ર રમતગમત નીતિઓને હચમચાવી નાખી હતી. ત્યાર બાદ ચીને એવી સખત મહેનત કરી કે 1982ની દિલ્હી એશિયન ગેમ્સથી લઈને 2026 સુધી તે સતત ટેલીમાં નંબર-1 રહ્યું છે. ચીને સાબિત કર્યું કે રમતમાં સફળતા નસીબથી નહીં, પરંતુ સ્પષ્ટ લક્ષ્યાંક અને વૈજ્ઞાનિક પદ્ધતિની તૈયારીથી મળે છે.

ક્રિકેટને દોષ આપવાનું બંધ કરો, સાચી બીમારી ક્યાંક બીજે છે

ભારતમાં જ્યારે પણ પ્રદર્શન બગડે છે ત્યારે સરળ રસ્તો શોધીને બધો દોષ ક્રિકેટ પર ઢોળી દેવાય છે કે ક્રિકેટ બધો રૂપિયો, સ્પોન્સર્સ અને મીડિયા અટેન્શન લઈ જાય છે. આ દલીલ પોકળ છે, કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ક્રિકેટ અત્યંત લોકપ્રિય અને ધનિક રમત હોવા છતાં તેઓ સ્વિમિંગ, એથ્લેટિક્સ અને સાયકલિંગ જેવી રમતોમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થમાં વિશ્વ પર રાજ કરે છે. સાચો તફાવત સ્પોર્ટ્સ કલ્ચર અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. ભારતમાં ખરી બીમારી અન્ય રમત મંડળોનું આંતરિક રાજકારણ, ખેલાડીઓનું કંગાળ ફિટનેસ મેનેજમેન્ટ અને સ્પષ્ટ વિઝનનો અભાવ છે. હવે સ્પર્ધાના માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભારતની આખરી આશા કુશ્તી, બોક્સિંગ, મેન્સ ક્રિકેટ અને હોકી પર ટકેલી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News