VIDEO: ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ 8મી વખત ઓવર ફ્લો, 20 દરવાજા ખોલવામાં આવ્યા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વાર ઓવરફ્લો થયો છે. આ સીઝનમાં આઠમી વાર ડેમ ઓવરફ્લો થવાથી જિલ્લામાં ચિંતા સાથે રાહતનો માહોલ પણ જોવા મળ્યો છે.
ડેમના 20 દરવાજા ખોલાવામાં આવ્યા
હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટી ઝડપથી વધી હતી. પરિણામે, ડેમના 20 દરવાજા એક ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે. જેથી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા આ ડેમના ઓવરફ્લોથી પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.







