મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કરાયું, શહેરના તમામ IPS અધિકારીઓ રહ્યાં હાજર

દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્ત

દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના તમામ IPS અધિકારીઓ હાજર રહ્યાં હતા. દર વર્ષે શસ્ત્રપૂજન કરવામાં આવે છે.

અમદાવાદ પોલીસ કમિશનરના હસ્તે કરાયું શસ્ત્રપૂજન

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે, 'હેડક્વાર્ટર ખાતે દશેરાના દિવસે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાવણનો વધ થાય તે પહેલા ભગવાન રામે શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. પોલીસના હથિયારોનો વિશેષ મહત્ત્વ છે. એટલે દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો