VIDEO : ભાજપ સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો અને ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા, શક્તિસિંહના પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તેમજ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે હતા. રાજકોટમાં ત

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તેમજ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે હતા. રાજકોટમાં તેમણે નેતાઓ-કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધતા શક્તિસિંહે વિવિધ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા.
હાલમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારે દરેક વખતે ખેડૂતોને વળતર ચુકવ્યું છે, જયારે ભાજપ સરકાર એક બાજુ ખેડૂતોને અન્યાય કરી રહી છે અને બીજી બાજું ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી દીધા.




