રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલની છત પડતા 7 વિદ્યાર્થીના મોત, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. મનોહર પોલીસ સ્ટેશનના પિપલોદી ગા
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. મનોહર પોલીસ સ્ટેશનના પિપલોદી ગામમાં સ્થિત રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયની છત પડી હતી જે બાદ દીવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 વિદ્યાર્થીના મોત થયા છે જ્યારે કેટલાક અન્ય વિદ્યાર્થી ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના બાદ બચાવ કામ શરૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી મદન દિલાવરે દુર્ઘટનામાં ત્રણ બાળકોના મોતની પૃષ્ટી કરી હતી. આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરશે.
કેવી રીતે બની દુર્ઘટના?
ઝાલાવાડના પીપલોદીમાં રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણતા હતા આ દરમિયાન અચાનક છત પડી હતી જેને કારણે વિદ્યાર્થીઓ તેના નીચે દબાઇ ગયા હતા.મળતી માહિતી અનુસાર છત પડી તે દરમિયાન ક્લાસમાં 60 વિદ્યાર્થી હાજર હતા જેમાંથી 25 વિદ્યાર્થીઓ દબાઇ ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 7 વિદ્યાર્થીના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થી ઘાયલ થયા છે.
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના સ્કૂલના છત પડવાની ઘટના પર વડાપ્રધાન મોદીએ કહ્યું, "રાજસ્થાનના ઝાલાવાડ સ્થિત એક સ્કૂલમાં બનેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ પ્રભાવિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સાથે છે. હું ઘાયલોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂં છું. અધિકારી પ્રભાવિત લોકોની દરેક શક્ય સહાયતા કરી રહ્યાં છે."








