મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર-સોમનાથ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસતા ગંભીર અકસ્માત: સાતના મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં કુલ મૃત્

તસવીર: gstv

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં કુલ મૃત્યુઆંક વધીને સાત થયો છે.  આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ તમામ મૃતકો અલંગના શિપ બ્રેકિંગ પ્લોટમાં કામ કરતા શ્રમિકો હતા. ઘટના બાદ તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર મળતાં જ મૃતકોના સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો