મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાભર-દિયોદરમાં સાત ઇંચ વરસાદ

વાવ-થરાદ પંથકમાં ગત મોડી રાત્રેથી મેઘરાજાએ મન મૂકીને વરસાડ વરસાવ્યો છે. સૌથી વધુ વરસાદ ભાભર અને દિયોદર વિસ્તારમાં નોં

તસવીર: gstv

વાવ-થરાદ પંથકમાં ગત મોડી રાત્રેથી મેઘરાજાએ મન મૂકીને વરસાડ વરસાવ્યો છે. સૌથી વધુ વરસાદ ભાભર અને દિયોદર વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં આખી રાતમાં ૭ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ અનરાધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરો બેકાબૂ પાણીમાં ડૂબી ગયા છે અને ખેતરો ઓવરફ્લો થઈ ગયા છે. ભાભર તાલુકાના મીઠા ગામની સીમમાં વરસાદી પાણીના ભારે પ્રવાહથી કેનાલ બે કાંઠે વહેવા લાગી છે. ખેતરોના પાળા તૂટી જવાથી પાણી સીધાં નર્મદા કેનાલમાં ઘૂસી ગયા છે, જેનાથી ખેતી અને માળખાકીય નુકસાનની આશંકા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો