VIDEO: સાવલી-ડેસરના સાત ગામોના પશુપાલકોનું દૂધ 12મા દિવસે પણ અસ્વીકારાયું
વડોદરા જિલ્લાના સાવલી-ડેસર વિસ્તારના સાત ગામોન

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર વિસ્તારના સાત ગામોના આશરે 400 પશુપાલકોનું દૂધ સતત 12મા દિવસે પણ સ્વીકારવામાં આવ્યું નથી. રાણીયા દૂધ મંડળીમાં દૂધ ભરવાનું બંધ રહેતાં પશુપાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા પશુપાલકોમાં ભારે રોષ અને તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલકોએ દૂધનું સ્વીકાર કાર્ય તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ચીમકી આપી છે કે જો 21 જુલાઈ સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 22 જુલાઈથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.




