મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા સામે ધાર્મિક જગ્યા પર કબજો કરવાના ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નેતા સામે ધાર્મિક જગ્યા પર કબજો કરવ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નેતા સામે ધાર્મિક જગ્યા પર કબજો કરવાના ગંભીર આક્ષેપો થયા છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર વિરુદ્ધ મંદિરની જમીન પચાવી પાડવા બદલ રોષ ભભૂકી ઉઠ્યો છે. મૂળી તાલુકાના ઉમરડા ગામે આવેલી 'કોયાબાપુની જગ્યા'ની આશરે 50 વીઘા જમીન પર ભાજપ અગ્રણી હરદેવસિંહ પરમારે કબજો કરી લીધો હોવાનો ધડાકો થયો છે. આ કિંમતી જમીનની બજાર કિંમત આશરે 3 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. મંદિરના પૂજારીએ આક્ષેપ કર્યો છે કે તેમનું ગુજરાન ચલાવવા માટે જે જમીન ખેતી માટે ફાળવવામાં આવી હતી, તે નેતાએ પચાવી પાડી છે.

આ સમાચાર શેર કરો