મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મહિલાના ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે પુરાવા હોવાનો દાવો

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણ

તસવીર: gstv

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સામે એક મહિલા અરુણા પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનો દાવો છે કે 2022ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાને મદદ કર્યા બાદથી તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ફોન પર ધમકી આપવા, ઘરે માણસો મોકલવા અને પોલીસ કેસ કરાવી 24 કલાક લોકઅપમાં રાખવાની વાત કરવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. અરુણા પરમારે પોતાની પાસે તમામ પુરાવા હોવાનો દાવો કરી સરકાર પાસે ન્યાયની માગ કરી છે. અરુણા પરમારે વધુમાં કહ્યુંકે જો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે, તો તેઓ પણ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ અપનાવશે.

આ સમાચાર શેર કરો