VIDEO : બનાસકાંઠાના વડગામના મુકતેશ્વર ડેમમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા
સોર્સ : gstv
બનાસકાંઠાના વડગામ તાલુકાના મુકતેશ્વર ડેમમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બંને મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવકો ન્હાવા માટે ડેમમાં પડ્યા બાદ ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક યુવકની ઓળખ શ્રવણ મદારી તરીકે થઈ છે, જ્યારે અન્ય યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. નોંધનીય છે કે બે દિવસ પહેલાં પણ ભરત વાદી નામના યુવકનું આ જ ડેમમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.

