VIDEO: જેતપુર / ગેસ બોટલના વાલ્વ પર રેગ્યુલેટર ચાલુ રહી જતા દુર્ઘટના સર્જાઈ, મહિલા ગંભીર રીદે દાઝી
જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં ગેસ લીકેજને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બોટલના વાલ્

જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં ગેસ લીકેજને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બોટલના વાલ્વ પર રેગ્યુલેટર ચાલુ રહી ગયા બાદ ગેસ શરૂ કરતી વખતે અચાનક આગની વિકરાળ જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં મંજુબેન રાઠોડ નામના મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી સમયસૂચકતા વાપરી મહિલાનો બચાવ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



