મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતના સિનિયર સિટીઝનને પોલીસનો સાથ, સોસાયટીઓમાં જઈને તકેદારી રાખવા અપાઈ સમજ

સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્

સુરત સહિત રાજ્યભરમાં ઘણા ગુનેગારો એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં હોવાના બનાવો સામે આવે છે. ત્યારે આવા બનાવો ન બને અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પોલીસનો સંપર્ક કરવા અપાઈ માહિતી

કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સિનીયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતાપાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, સાગર સોસાયટી, તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસ કરાયો હતો. ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કન્ટ્રોલ રૂમ નંબર-100 નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો