VIDEO: ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી, પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ
ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લ

ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત પ્રખ્યાત ઓસમ ડુંગર પર જીવના જોખમે સેલ્ફી લેતા યુવાનોના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ઓસમ ડુંગરની ટોચ પર આવેલા ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાજીના મંદિર નજીક લોકો જોખમી સ્થળોએ ચડીને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. ઊંડી ખીણ વચ્ચે જો કોઈનો પગ લપસી જાય તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે પણ કેટલાક પ્રવાસીઓ બેદરકારીપૂર્વક સ્ટંટ કરતા જોવા મળતા સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે જોખમી સ્થળોએ પ્રતિબંધ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
