મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અતિ ભારે વરસાદને પગલે પ્રવાસન સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે વહીવટીતંત્ર

તસવીર: gstv

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાના પ્રવાસન સ્થળો પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે પ્રખ્યાત ગીરાધોધને પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે. તંત્ર દ્વારા લોકોને નદી-ધોધ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો