VIDEO: IND vs ENG / બદલાઈ ગયો છે બીજી ODIનો સમય, જાણો ક્યાં અને કેટલા વાગ્યે રમાશે આ મેચ
T20 સિરીઝમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ODI સિરીઝની શાનદાર શરૂઆત કરી છે.
T20 સિરીઝમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ODI સિરીઝની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ ODI મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમે 3 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજા મુકાબલા પર છે.
બીજી ODIના સમયમાં ફેરફાર
બીજી ODI મેચ ગુરુવારે કાર્ડિફમાં રમાશે, જેમાં જીત મેળવીને ભારત 2-0ની અજેય સરસાઈ મેળવવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ખાસ વાત એ છે કે, આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ ODI ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે બીજી ODI મેચ સાંજે 5:30 વાગ્યે રમાશે.
કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ પર સસ્પેન્સ
પ્રથમ ODIમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી રહેલો કેપ્ટન શુભમન ગિલ સ્નાયુઓના ખેંચાણના કારણે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. ગિલની ફિટનેસને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગશે નહીં. અગાઉ ગયા વર્ષે પણ તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ફિટનેસની આવી જ સમસ્યાના કારણે બહાર થઈ ગયો હતો.
રોહિત શર્માના ફોર્મ પર દબાણ
પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સંપૂર્ણ ફિટ છે પરંતુ તેનું નવું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. કપ્તાની છોડ્યા બાદ તેની બેટિંગ શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે અને તે ક્રીઝ પર વધુ સાવચેતીપૂર્વક રમી રહ્યો છે. જોકે, આ નવી રણનીતિથી તેને ખાસ સફળતા નથી મળી અને તે પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેથી તેના પર મોટી ઈનિંગ રમવાનું ભારે દબાણ રહેશે.
બોલરો અને મિડલ ઓર્ડર પર મોટો દારમોદાર
પ્રથમ મેચમાં ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યા બાદ અક્ષર પટેલની અણનમ 57 અને વોશિંગ્ટન સુંદરની અણનમ 52 રનની લડાયક ઈનિંગ્સના કારણે ભારતે 259 રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. બીજા મુકાબલામાં જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળના બોલિંગ આક્રમણે કાર્ડિફની પિચ પર ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેનોને રોકવા માટે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે.







