VIDEO: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, આગામી બે દિવસમાં તાપમાન હજુ 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા
રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. આગામી બે દિ
રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ અમરેલી 43.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પારો 42.1 ને વટાવી ગયો છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જ અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.







