મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદથી લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે લાલપુલ અંડરબ્રિજ નીચ

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જવાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. ભયજનક રીતે ભરાયેલા પાણીના પ્રવાહની વચ્ચે સ્કૂલ બસ નાખી દેવામાં આવતા ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના લીધે અંદર બાળકો સાથેની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બસમાં સવાર તમામ માસૂમ બાળકોને સહી-સલામત બહાર ખસેડી લીધા હતા. સમયસૂચકતા દાખવીને બચાવ કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટનાટળી ગઈ હતી, પરંતુ ડ્રાઇવરની લાપરવાહી સામે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો