મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: જાપાનમા શક્તિશાળી ભૂકંપ બાદ તબાહીના દ્રશ્યો

જાપાનમા શક્તિશાળી ભૂકંપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દક્ષિણ જાપાનમાં 7.1ની પ્રાથમિક તી

તસવીર: gstv

જાપાનમા શક્તિશાળી ભૂકંપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દક્ષિણ જાપાનમાં 7.1ની પ્રાથમિક તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ કુમામોટો પ્રીફેક્ચરમાં ઇમારતો આગની લપેટમાં આવી, પલટી ગયેલી ટ્રેનો અને શોપિંગ મોલને ભારે નુકસાન થયું છે. બળી ગયેલી ઇમારતોમાંથી ઉઠતી મોટી જ્વાળાઓને ઓલવવાનો કટોકટીની સ્થિતિમાં કામ કરતા કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા હતા. આ ભૂકંપના કારણે હજારો ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, રસ્તાઓ તૂટી ગયા છે. આંશિક રીતે ધરાશાયી થયેલા શોપિંગ મોલની અંદર ફસાયેલા લોકો સહિત ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર કુમામોટોથી દક્ષિણમાં લગભગ 20 કિલોમીટર દૂર હતું. જે મધ્ય ક્યુશુ ટાપુનું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી આશરે 7 લાખ છે.

આ સમાચાર શેર કરો