મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દાહોદમાં સરકારી અનાજનું કૌભાંડ પકડાયું, પુરવઠા વિભાગે અનાજનો જથ્થો સીઝ કરી તપાસ તેજ કરી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે અગાસવાણી ચોકડી પાસેથી પસાર થતી એક પીકઅપ ગાડીને ગ્રામજનોએ શંકાના આધારે રોકી હતી, જેમાં તપાસ કરતા સરકારી અનાજના ૧૪ કટ્ટા ઘઉં અને ચોખા મળી આવ્યા હતા. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સરકારી દુકાન સંચાલક દ્વારા ગરીબો માટેનું અનાજ ખાનગી દુકાનોમાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પુરવઠા અધિકારીએ સ્થળ પર પહોંચી અનાજનો જથ્થો સીઝ કર્યો છે. હાલ તંત્ર દ્વારા આ અનાજ ક્યાંથી આવ્યું અને કોને મોકલવામાં આવી રહ્યું હતું તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદાર સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો