મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના બમરોલીમાં સફાઈના નામે કરોડોનું કૌભાંડ? ગટર લાઈન પ્લાસ્ટિક-કાદવથી સંપૂર્ણ ચોકઅપ!

સમગ્ર શહેરમાં સૌથી ગંભીર અને લાપરવાહી ભરી સ્થિતિ સુરત

તસવીર: gstv

સમગ્ર શહેરમાં સૌથી ગંભીર અને લાપરવાહી ભરી સ્થિતિ સુરતના બમરોલી વિસ્તારમાં જોવા મળી છે. ચોમાસા પૂર્વે આ વિસ્તારમાં ગટર અને મુખ્ય નાળાઓની સફાઈ જ ન કરાઈ હોય તેવા વરવા દ્રશ્યો અહીં કેમેરામાં કેદ થયા છે. ભારે વરસાદ બાદ જ્યારે સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો અને ફરિયાદ પછી વરસાદી પાણીના નિકાલ માટેના મુખ્ય ચેમ્બરનું ઢાંકણું ખોલવામાં આવ્યું, ત્યારે ત્યાં હાજર રહીશો અને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગટરની આખેઆખી લાઈન ડ્રેનેજના કચરા અને પ્લાસ્ટિક-કાદવથી સંપૂર્ણપણે ચોકઅપ થઈ ચૂકી હતી. ડ્રેનેજ લાઈનમાં પાણી વહેવા માટે એક ઈંચ જેટલી જગ્યા પણ બચી નહોતી. ગટર કામગીરી દરમિયાન નાળામાં માત્રને માત્ર કાદવનો જ ભરાવો જોવા મળ્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે સફાઈના નામે કોઈ કામ કર્યા વગર માત્ર બિલ જ પાસ કરી દેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો