મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના કતારગામમાં બેફામ ફોર વ્હીલ ચાલકે સર્જ્યો અકસ્માત, ૩ કારના કુચ્ચેકુચ્ચા ઉડ્યા!

સુરતના કતારગામ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક અકસ્માતની ઘટન

તસવીર: gstv

સુરતના કતારગામ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક ફોર વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બે કારને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનામાં કુલ ત્રણ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. વાહનચાલકોને સાવચેતીથી ડ્રાઇવિંગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો