VIDEO: સુરતના પાંડેસરામાં પૂરના પાણીમાંથી ૧૦૦ લોકોનું NDRF દ્વારા સફળ રેસ્ક્યુ
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી હોમ્સમાં પાણી ભરાઈ જતાં સર્જાયેલી કટોકટી વચ્ચે પાંડેસરા પોલીસ દેવદૂત બની છે....પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. ડી. જાડેજા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને એનડીઆરએફની મદદથી બોટ મારફતે ૧૦૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ બચાવ કામગીરીમાં ખાસ કરીને ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા બે સગર્ભા, બે વૃદ્ધાઓ, બે બીમાર મહિલાઓ તેમજ માત્ર ૨૫ દિવસના નવજાત બાળક સાથેની એક માતાને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢીને સલામત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમની આ સમયસૂચકતા અને ત્વરિત મદદને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને અસરગ્રસ્તોએ રાહતનો શ્વાસ લીધો છે.

