મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SBIની બે શાખાઓમાં બેંક મેનેજરો અને એજન્ટોએ આચર્યું કરોડોનું કૌભાંડ, 31 લોકો વિરુદ્ધ નોંધાયા ગુના

ગુજરાતના દાહોદમાં SBIની બે શાખામાંથી કૌભાંડ સામે આવ્યું છે. મળત

ગુજરાતના દાહોદમાં SBIની બે શાખામાંથી કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  દાહોદમાં SBIની બે શાખાઓમાં બેંક મેનેજરો અને એજન્ટોની મિલી ભગતથી કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી. વર્ષ 2022થી 2024 દરમિયાન ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લીપના આધારે લોન આપી કૌભાંડ આચર્યું હતું. કૌભાંડમાં બે બેંક મેનેજર, બે એજન્ટ અને અન્ય લોન ધારકોએ મળી કુલ 31 લોકો વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.

31 લોકો વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા

શહેરની માણેક ચોક સ્થિત SBIની મુખ્ય શાખાના તાત્કાલીન મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદી અને સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ વામનરાવ ગવલે, એજન્ટ સંજય ડામોર અને ફઇમ શેખ સાથે મળીને આર્થિક લાભ માટે કૌભાંડ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો