VIDEO: "હેપ્પી બર્થડે" કહેતા જ શિક્ષક ઉશ્કેરાયા, વિદ્યાર્થીને બેરહેમીથી ફટકાર્યો
વડોદરાની સિદ્ધનાથ તળાવ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી સાથે મારપીટની

વડોદરાની સિદ્ધનાથ તળાવ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થી સાથે મારપીટની ઘટનાથી વિવાદ સર્જાયો છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા વિદ્યાર્થીને વર્ગખંડની બહાર લઈ જઈ લાફા મારવામાં આવ્યા હતા. મારપીટમાં વિદ્યાર્થીને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં વાલીઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા અને શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી. પોલીસે સ્કૂલમાં પહોંચી માહિતી મેળવી શિક્ષકની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




