મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સરપંચ હોય તો આવા! / બેહ ગામમાં પાણીની તંગી સર્જાતા સરપંચે પોતાની વાડીના કુંવામાંથી પાણી વિતરણ શરૂ કર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ગામમાં પાણીની તંગી સર્જાતા ગામના સરપંચે પોતાની વ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ગામમાં પાણીની તંગી સર્જાતા ગામના સરપંચે પોતાની વાડીએ ઉનાળુંપાક વાવવાના બદલે માનવીય અભિગમ અપનાવી પોતાની વાડીના કુવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના ગામોના સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે.  મોટાભાગના બોર, કુવા,તળાવ ડેમોમાં પાણી તળિયે  છે કાં ખલાસ છે.  પચાસ ટકાથી વધુ ગામોમાં નર્મદા આધારિત પાણી વિતરણ કરવામાં આવે છે. રોજ પાણીની માંગ વધે છે તથા કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે તેમજ વિજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતાં કલાકો પાણીની લાઇન બંધ રહેતા લોકોને પરેશાની થાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. આ અંગે બેહ ગામના અગ્રણી અને જુંગીવારા ધામ અન્નક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન વેરશીભાઈ માયાણીએ જણાવ્યું હતું કે ચાર હજારની વસ્તી ધરાવતા બેહ ગામમાં સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોય છે ને અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે. તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ  અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતી જોવા મળી રહે છે.

હાલ બેહ ગામમાં પાણીના સ્ત્રોત ઘટતા નર્મદા પાણી આધારિત ગામ થયું છે, પરંતુ 10થી 15 દિવસે એકવાર પાણી મળી રહ્યું છે. આવા સમયે બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ  ગામથી ચાર કિલોમીટર દૂર આવેલી પોતાની વાડીમાં ઉનાળુંપાકની પિયત કરવાના બદલે ગામમાં પાણીની જરૂરિયાત પૂરી થાય તે સંદર્ભે પોતાના ખર્ચે બોર અને કુવામાંથી પાણી પૂરું પાડવાની વ્યવસ્થા હાથ ધરી છે.

બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ ગઢવીએ માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉમદા કાર્ય કરી ગ્રામજનોને તેમજ ગૌ શાળામાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી એક ઉમદા કાર્ય કરી એક મિસાલ ઊભી કરી હતી.

આ સમાચાર શેર કરો