Video: રાજકોટમાં સંજય અને ગણેશ જાડેજા વચ્ચે થયું સમાધાન, અમુક લોકોએ ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ
જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર સંજય અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ વિવાદ સર્જાયો હતો. મારામારીના

જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર સંજય અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ વિવાદ સર્જાયો હતો. મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં પણ ગયા હતા. આજે ગોંડલમાં દલિત સમાજના આગેવાનોની હાજરીમાં ધારાસભ્યના બંગલા પર રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થયું છે.
ધારાસભ્યના બંગલે થયું વિધિવત સમાધાન
જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર સંજય અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ સર્જાયેલા સંઘર્ષનો અંત આવ્યો છે. ગોંડલ ખાતે ધારાસભ્યના બંગલે દલિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે વિધિવત સમાધાન થયું છે. મારામારી અને અપહરણના આ કેસમાં ગણેશ જાડેજાને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓને અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, પરંતુ હવે સમાજમાં શાંતિ જળવાય તે હેતુથી બંને પક્ષોએ હસ્તધૂનન કરી ભૂતકાળ ભૂલી જવાનો નિર્ણય કર્યો છે.







