VIDEO : 'આ મારા માટે ખૂબ જ મોટી જવાબદારી, હું આ વિશ્વાસને વફાદારીથી નિભાવીશ'; સમ્રાટ ચૌધરીનું પહેલું નિવેદન
બિહાર ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સમ્રાટ ચૌધરીએ પાર્ટીના તમામ ધારાસભ્યો અને વરિ
બિહાર ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સમ્રાટ ચૌધરીએ પાર્ટીના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો છે. તેમણે જવાબદારી સોંપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આ મારા માટે ખૂબ જ મોટી જવાબદારી છે અને હું આ વિશ્વાસને વફાદારીથી નિભાવીશ.” સમ્રાટ ચૌધરીએ બિહારના વિકાસ અને લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે. તેઓ ટૂંક સમયમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું હતું. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી. આ બેઠકમાં સમ્રાટ યૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે નામનો પ્રસ્તાવ મુકાયો હતો. વિજય સિન્હાએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો જેને મંગલ પાંડે, દિલિપ જયસ્વાલે સમર્થન જાહેર કર્યું હતું. જે બાદ બધા ધારાસભ્યોએ વધાવી લીધો હતો. જણાવી દઈએ કે, આ બેઠકમાં ભાગ લેવા જ્યારે સમ્રાટ ચૌધરી આવ્યા ત્યારે તેમના સમર્થનમાં નારા લાગ્યા હતા.




