મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સફાઈ કર્મચારીઓની હડતાળથી કચરાના ઢગલા થયા

હરિયાણાના અંબાલામાં સફાઈ કર્મચારીઓની 25 દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે

તસવીર: gstv

હરિયાણાના અંબાલામાં સફાઈ કર્મચારીઓની 25 દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. હડતાળ કરી રહેલા સફાઈ કર્મચારીઓએ શહેરના રસ્તાઓ પર કચરો ઠાલવતા અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ છે. મુખ્ય ચોક અને રસ્તાઓ પર કચરાના ઢગલા એકઠા થતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ કર્મચારી યુનિયન દ્વારા વિવિધ માંગણીઓને લઈને આ હડતાળ કરવામાં આવી રહી છે. યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ રસ્તાઓ પર વધતી ગંદકીને કારણે સ્થાનિકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. શહેરના મુખ્ય વિસ્તારોમાં કચરો ભરાઈ જતાં સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ છે. સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો