VIDEO: સાબરકાંઠા: નવજાત બાળકી વેચાણનું કાવતરું પોલીસે ઝડપી પાડ્યું
સાબરકાંઠા પોલીસે નવજાત બાળકોના વેચાણના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રાજ

સાબરકાંઠા પોલીસે નવજાત બાળકોના વેચાણના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે રાજપુરા પાસેથી કાર ઝડપી પાડવામાં આવી, જેમાં એક મહિલા, ચાર પુરુષો અને એક માસની નવજાત બાળકી મળી આવી હતી. પૂછપરછમાં બાળકી મુંબઈની કવિતા નામની મહિલાને રૂ.1.50 લાખમાં વેચાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાંચ આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધીમાં આશરે 10 બાળકો મુંબઈમાં વેચ્યા હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




