VIDEO: સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસનો આતંક, વધુ એક બાળકીનું મોત
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાર

સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજસ્થાનની વધુ એક, બાળકીનું મોત નીપજ્યું છે, જેના કારણે કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. હજુ પણ એક બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને અંતરિયાળ વિસ્તારોમાં તપાસ અને વાયરસના સંક્રમણને અટકાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે.



