VIDEO: Gujaratમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં પ્રવેશનો માર્ગ મોકળો થયો

ગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ

ગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવી શકે તે હેતુથી 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હજારો બેઠકો પર એડમિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરની અંદાજે 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો હેઠળ પ્રવેશ ફાળવવામાં આવશે. અમદાવાદમાં અંદાજે 14,000થી વધુ બેઠકો અને સમગ્ર રાજ્યમાં 80,000થી વધુ બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે સરકારે આવક મર્યાદા નક્કી કરી છે. જે વાલીઓની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોય, તેઓ પોતાના બાળકોના એડમિશન માટે અરજી કરી શકે છે.  અરજી પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સ અથવા ફોર્મ ભરવા બાબતે વાલીઓને મૂંઝવણ ન થાય તે માટે સારથી હેલ્પલાઇન નંબર: 9909922648 તેમજ અન્ય એક હેલ્પલાઇન નંબર 079 27912966 શરુ કરાયો છે, જ્યાં ઓફીસના કલાકો પછી પણ હેલ્પલાઇન પર માર્ગદર્શન મળી રહેશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત