મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ દિલ્હી એરપોર્ટ પર છત પડવાની ઘટના, ક્યાં ખબર હતી આ રીતે આવશે મોત

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનસ-1 પર વરસાદના કારણે છત તૂટી પડતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દુઃખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દિલ્હી ફાયર સર્વિસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દરેકને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર કારમાં બેઠેલા વ્યક્તિને સહેજ પણ ખ્યાલ નહીં હોય કે આ વરસાદ તેના માટે જીવલેણ સાબિત થશે. કારમાં બેઠેલો વ્યક્તિ શાંતિથી ભારે વરસાદને જોઈ રહ્યો હતો ત્યારે જ એરપોર્ટ ટર્મિનલની છત વરસાદમાં તૂટી પડી હતી. કારમાં એક વ્યક્તિ બેઠો હતો જેના પર છતની બીમ પડી હતી. કારમાં બેઠેલા વ્યક્તિનું બીમ નીચે કચડાઈ જવાથી મોત થયું હતું.

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પરથી તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ IGI એરપોર્ટ પર પહોંચી ગયા છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ જ આવતીકાલથી ટર્મિનલ વન શરૂ કરવામાં આવશે. મૃતકો માટે 20 લાખ રૂપિયા અને ઘાયલોને 3 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. ટર્મિનલ-1ને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું છે.

દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત તૂટી પડી હતી. ફાયરની 3 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અકસ્માત બાદ શરૂઆતમાં ચાર લોકો ઘાયલ થયાના સમાચાર હતા. હવે ઘાયલોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. નવીનતમ માહિતી અનુસાર, એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ફાયર વિભાગે ફસાયેલા એક વ્યક્તિને બચાવી લીધો હતો

ફાયર સર્વિસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે 5.30 વાગ્યે તેમને ફોન આવ્યો હતો કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી ગઈ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. તેને પણ હવે બચાવી લેવામાં આવ્યો છે.

દિલ્હી એરપોર્ટના પ્રવક્તાએ આ માહિતી આપી હતી

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ (DIAL)ના અધિકારીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 'આજે સવારથી ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ની બહાર આઉટગોઇંગ પેસેન્જરો માટે બનાવવામાં આવેલ જૂના શેડનો એક ભાગ સવારે 5 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, અને ઘાયલોની મદદ માટે બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાને કારણે, ટર્મિનલ 1 થી તમામ ફ્લાઇટ્સ હાલ માટે અટકાવી દેવામાં આવી છે, અને પેસેન્જર ચેક-ઇન કાઉન્ટર પણ સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવ્યા છે. આ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને કોઈપણ અસુવિધા માટે માફી માંગીએ છીએ.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ (DIAL) અનુસાર, 'ટર્મિનલ 3 અને ટર્મિનલ 2 પરથી ઉપડતી અને પહોંચતી તમામ ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ટર્મિનલ 1 પર આગમન પર ફ્લાઇટ્સ પણ કાર્યરત છે. જોકે, ટર્મિનલ 1 પરથી ઉપડતી ફ્લાઈટ્સ આજે બપોરે 2 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે.'

જબલપુર એરપોર્ટ પર પણ આવો જ અકસ્માત થયો હતો

જબલપુરનું નવું એરપોર્ટ શહેરના પહેલા વરસાદ સામે ટકી શક્યું નથી. 450 કરોડના ખર્ચે બનેલા ડુમના એરપોર્ટ પર ગુરુવારે (27 જૂન) ટર્મિનલ બિલ્ડિંગના ડ્રોપ એન્ડ ગો એરિયામાં ટેન્સાઈલ રૂફ ફાટવાને કારણે પાણી ભરાઈ ગયું હતું અને એક કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનામાં આવકવેરા વિભાગના અધિકારી અને તેનો ડ્રાઈવર આબાદ બચી ગયો હતો.

શુક્રવારે દિલ્હીમાં પ્રથમ ભારે વરસાદ

શુક્રવારે દિલ્હીમાં ચોમાસાનો પહેલો ભારે વરસાદ જોવા મળ્યો હતો. સવારના 4:30 થી 5:00 સુધી ભારે વરસાદથી દિલ્હી ભીંજાઈ ગયું. જો કે તેના કારણે સવારથી જ શહેરમાં પાણી ભરાયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘણી જગ્યાએ લાંબો ટ્રાફિક જામ છે અને લોકોને ત્યાં પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગી રહ્યો છે.

આ સમાચાર શેર કરો