Video: ...બાકી બધા ટીમમાં વ્યસન કરે છે: રીવાબાના નિવેદનથી ક્રિકેટ જગતમાં વિવાદ

જામનગરમાં ભારતીય ક્રિકેટ ટીમને લઈ રીવાબાએ મોટું નિવેદન આપ્યું છે. રવિન્દ્ર જાડેજાને નિર્વ્યસની કહી ટીમના બા

જામનગરમાં ભારતીય ક્રિકેટ ટીમને લઈ રીવાબાએ મોટું નિવેદન આપ્યું છે. રવિન્દ્ર જાડેજાને નિર્વ્યસની કહી ટીમના બાકીના સભ્યો વ્યસની હોવાની વાત કહી છે. તેમના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં વિવાદ સર્જાયો છે. 

તેઓએ કોઈ વ્યસનને ટચ કર્યું નથી: રીવાબા

જામનગરમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે ભાજપ ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે  મારા પતિ (ક્રિકેટર રવિન્દ્ર જાડેજા) ને અવાર નવાર બહાર વિદેશ જવાનું થતું હોય છે, છતાં કોઈ વ્યસન નથી. બાકી બધા ટીમમાં વ્યસન કરે છે. પતિના વખાણ કરતા કરતા ક્રિકેટ ટીમના અન્ય સભ્યો વ્યસન કરે છે તેવું નિવેદન આપતા ક્રિકેટ જગતમાં વિવાદ સર્જાયો છે. રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે 12 વર્ષની ઉંમરે તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. તેમને બધી જાતની ફ્રીડમ છે. લંડન, દુબઇ, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં જવાનું થતું હોય છે છતાં પણ તેઓએ કોઈ વ્યસનને ટચ કર્યું નથી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત