મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં કોઝવે પર મોટો ભુવો પડતાં અકસ્માતનો ખતરો

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખરેડા-દમોલી માર્ગ પર આવેલા લો-લેવલ કોઝવેના સ્લેબમાં મો

તસવીર: gstv

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખરેડા-દમોલી માર્ગ પર આવેલા લો-લેવલ કોઝવેના સ્લેબમાં મોટો ભુવો પડતાં અકસ્માતનો ખતરો વધ્યો છે. વરસાદી માહોલમાં કોઝવે પર પાણી વહેતું હોવાથી ખાડો પાણીમાં ઢંકાઈ જાય છે અને વાહનચાલકોને તેનો અંદાજ આવતો નથી. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમ અનેકગણું વધી જાય છે. મહત્વના માર્ગ પર હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી ખાડાનું સમારકામ કે બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામ અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો