VIDEO: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સિલ્વર મેડલ, ઋષિકાંત સિંહે રચ્યો ઇતિહાસ
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારત મ

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારત માટે મોટી સિદ્ધિ નોંધાઈ છે. મણિપુરના વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહ ચનામબમે પુરુષોના 60 કિલોગ્રામ ભારોત્તોલન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો છે. ઋષિકાંતે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવી પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું. તેમણે સ્નેચ રાઉન્ડમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. સ્પર્ધાની શરૂઆતથી જ ઋષિકાંતે શાનદાર પ્રદર્શન સાથે પોતાની મજબૂત પકડ બનાવી રાખી હતી. તેમની આ ઐતિહાસિક સિદ્ધિથી દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ભારતીય રમતજગતને ગૌરવ મળ્યું છે.




