કોમનવેલ્થ ગેમ્સ 2026નો વાગ્યો શંખનાદ, જાણો ભારતીય મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ

કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. રમતોના આ મહાકુંભમાં 74 દેશોના લગભગ 3,000 એથલીટ્સ પેરા-સ્પોર્ટ્સ સહિત 13 રમતોમાં ભાગ લેશે. ભારતીય દળમાં કુલ 126 એથલીટ્સ સામેલ છે, જેઓ તમામ રમતોમાં મેડલ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. ભારતે આ રમતો માટે 77 પુરુષ અને 48 મહિલા એથલીટ્સને (પેરા-સ્પોર્ટ્સ સહિત) મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે 1930માં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સની આ 23મી આવૃત્તિ છે. અત્યાર સુધી યોજાયેલી 22 આવૃત્તિઓમાંથી ભારતીય દળ માત્ર 4 આવૃત્તિઓ (1930, 1950, 1962 અને 1986)માં સામેલ નહોતું થયું. સૌથી વધુ એથલીટ્સ એથલેટિક્સ ક્ષેત્રમાં છે, જ્યાં 32 ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. તેમાં 10 મહિલાઓ અને 22 પુરુષો સામેલ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય એથલીટ્સની પૂરી યાદી
ટ્રેક - 14 ભારતીય ખેલાડી
ગુરિંદરવીરસિંહ - પુરુષોની 100 મીટર દોડ
અનીમેશ કુજૂર - પુરુષોની 200 મીટર દોડ
વિશાલ ટીકે - પુરુષોની 400 મીટર દોડ, મિક્સ્ડ 4 x 400 મીટર રિલે
રાજેશ રમેશ - પુરુષોની 400 મીટર દોડ, મિક્સ્ડ 4 x 400 મીટર રિલે
ગુલવીર સિંહ - પુરુષોની 5000 મીટર દોડ, પુરુષોની 10,000 મીટર દોડ
તેજસ શિરસે - પુરુષોની 110 મીટર વિઘ્ન દોડ
યશસ પલક્ષ - પુરુષોની 400 મીટર વિઘ્ન દોડ
સંતોષ કુમાર તામિલરાસન - પુરુષોની 400 મીટર વિઘ્ન દોડ
રશદીપ કૌર - મહિલાઓની 400 મીટર દોડ, મિક્સ્ડ 4 x 400 મીટર રિલે
નીરુ પાઠક - મહિલાઓની 400 મીટર દોડ, મિક્સ્ડ 4 x 400 મીટર રિલે
અંસા બાબુ - મહિલાઓની 400 મીટર દોડ, મિક્સ્ડ 4 x 400 મીટર રિલે
પારુલ ચૌધરી - મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ, મહિલાઓની 5000 મીટર દોડ
પ્રિયંકા ગોસ્વામી - મહિલાઓની 10,000 મીટર વૉક
રવીના ગાયકવાડ - મહિલાઓની 10,000 મીટર વૉક
ફિલ્ડ - 18 ખેલાડી
દેવ મીણા - પુરુષોની પોલ વોલ્ટ
કુલદીપ કુમાર - પુરુષોની પોલ વોલ્ટ
સરવેશ અનિલ કુશારે - પુરુષોની ઊંચી કૂદ
આદર્શ રામ જે - પુરુષોની ઊંચી કૂદ
તેજસ્વિન શંકર - પુરુષોની ઊંચી કૂદ, પુરુષોની ડેકાથલોન
મુરલી શ્રીશંકર - પુરુષોની લાંબી કૂદ
લોકેશ સત્યનાથન - પુરુષોની લાંબી કૂદ
પ્રવીણ ચિત્રવેલ - પુરુષોની ટ્રિપલ જમ્પ
સેલ્વા પ્રભુ - પુરુષોની ટ્રિપલ જમ્પ
સમરદીપ સિંહ ગિલ - પુરુષોની શૉટ પુટ (ગોળા ફેંક)
તજિંદરપાલ સિંહ તૂર - પુરુષોની શૉટ પુટ (ગોળા ફેંક)
નીરજ ચોપરા - પુરુષોની જેવલિન થ્રો (બર્છી ફેંક)
રોહિત યાદવ - પુરુષોની જેવલિન થ્રો (બર્છી ફેંક)
યશ વીર સિંહ - પુરુષોની જેવલિન થ્રો (બર્છી ફેંક)
પૂજા સિંહ - મહિલાઓની ઊંચી કૂદ
મનપ્રીત કૌર - મહિલા શૉટ પુટ (ગોળા ફેંક)
સીમા કાલીરામના - મહિલા ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક)
નિધિ રાની - મહિલા ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક)
ટ્રેક (પેરા) - 5 ખેલાડી
રાકેશભાઈ ભટ્ટ - પુરુષોની 100 મીટર (T38)
શ્રેયાંશ ત્રિવેદી - પુરુષોની 100 મીટર (T38)
મોહમ્મદ બાસિલ એમ - પુરુષોની 100 મીટર (T47)
દિલીપ મહાદુ ગાવિત - પુરુષોની 100 મીટર (T47)
રમેશ શનમુગમ - પુરુષોની 1500 મીટર (T54)
ફિલ્ડ (પેરા) - 6 ખેલાડી
દેવેન્દ્ર કુમાર - પુરુષ ડિસ્કસ થ્રો (F44)
સાગર થાયટ - પુરુષોનો ડિસ્કસ થ્રો (F44)
શુભમ જુયાલ - પુરુષ શૉટ પુટ (F57)
સોમન રાણા - પુરુષ શૉટ પુટ (F57)
શર્મિલા ધનખડ - મહિલા શૉટ પુટ (F57)
શિલ્પા કે શાયલા - મહિલા શૉટ પુટ (F57)
બોક્સિંગ - 14 ખેલાડી
જદુમણિ સિંહ - પુરુષ 55 કિગ્રા
સચિન સિવાચ - પુરુષ 60 કિગ્રા
આદિત્ય પ્રતાપ સિંહ - પુરુષ 65 કિગ્રા
સુમિત કુંડૂ - પુરુષ 70 કિગ્રા
અંકુશ અંકુશ - પુરુષ 80 કિગ્રા
કપિલ પોખરિયા - પુરુષ 90 કિગ્રા
નરેન્દ્ર બેરવાલ - પુરુષ 90+ કિગ્રા
સાક્ષી ચૌધરી - મહિલા 51 કિગ્રા
પ્રીતિ પવાર - મહિલા 54 કિગ્રા
જેસમિન લેમ્બોરિયા - મહિલા 57 કિગ્રા
પ્રિયા ઘનઘસ - મહિલા 60 કિગ્રા
પરવીન હુડા - મહિલા 65 કિગ્રા
અરુંધતિ ચૌધરી - મહિલા 70 કિગ્રા
લવલીના બોર્ગોહેન - મહિલા 75 કિગ્રા
જ્યુડો - 14 ખેલાડી
હર્ષ સિંહ - પુરુષ 60 કિગ્રા
રોહિત બસીર મજગુલ - પુરુષ 66 કિગ્રા
અરુણ કુમાર - પુરુષોનો 73 કિગ્રા
હર્ષ તોકસ - પુરુષોનો 81 કિગ્રા
કરનજીત સિંહ માન - પુરુષોનો 90 કિગ્રા
અવતાર સિંહ - પુરુષોનો 100 કિગ્રા
યશ ઘંઘાસ - પુરુષોનો 100+ કિગ્રા
અસ્મિતા ડે - મહિલાઓનો 48 કિગ્રા
શ્રદ્ધા કડાબુલ ચોપડે - મહિલાઓનો 52 કિગ્રા
યામિની મૌર્ય - મહિલાઓનો 57 કિગ્રા
ઉન્નતિ શર્મા - મહિલાઓનો 63 કિગ્રા
ઈનુંગનબી તખેલંબમ - મહિલાઓનો 70 કિગ્રા
ઈશરૂપ નારંગ - મહિલાઓનો 78 કિગ્રા
તુલિકા માન - મહિલાઓનો 78+ કિગ્રા
સ્વિમિંગ - 5 ખેલાડી
શ્રીહરિ નટરાજ - પુરુષોનો 50m બેકસ્ટ્રોક, 100m બેકસ્ટ્રોક, 100m ફ્રીસ્ટાઈલ, 4x200m ફ્રીસ્ટાઈલ રિલે
આર્યન નેહરા - પુરુષોનો 400m ફ્રીસ્ટાઈલ, 800m ફ્રીસ્ટાઈલ, 1500m ફ્રીસ્ટાઈલ, 4x200m ફ્રીસ્ટાઈલ રિલે
સાજન પ્રકાશ - પુરુષોનો 50m બટરફ્લાય, 200m બટરફ્લાય, 200m ફ્રીસ્ટાઈલ
અનીશ એસ ગૌડા - પુરુષોનો 200m ફ્રીસ્ટાઈલ, 4x200m ફ્રીસ્ટાઈલ રિલે
ધક્ષન શશિકુમાર - પુરુષોનો 400m ફ્રીસ્ટાઈલ, 4x200m ફ્રીસ્ટાઈલ રિલે
સ્વિમિંગ (પેરા) - 5 ખેલાડી
રવિ વીરા વેંકટ બુડિગિના - ફ્રીસ્ટાઈલ 50m S7
અલી ઈમામ - ફ્રીસ્ટાઈલ 100m S13
સુયશ નારાયણ જાધવ - ફ્રીસ્ટાઈલ 50m S7
ચૈતન્ચ વિશ્વાસ કુલકર્ણી - ફ્રીસ્ટાઈલ 200m S14
સ્વાતિક પાટિલ - ફ્રીસ્ટાઈલ 50m S7
ટ્રેક સાઈકલિંગ - 6 ખેલાડી
રોનાલ્ડો સિંહ લેતોંજમ - 1000m ટાઈમ ટ્રાયલ
ડેવિડ બેકહમ એલ્કાટોહચૂંગો - પુરુષોનો એલીટ કીરીન
જેમ્શ સિંહ કેઈથેલક્રમ - પુરુષોનો એલીટ કીરીન
દિનેશ કુમાર - પુરુષોનો એન્ડ્યોરન્સ / પર્સ્યુટ ફોર્મેટ
રોજિત સિંહ યાંગલેમ - પુરુષોનો એન્ડ્યોરન્સ / પર્સ્યુટ ફોર્મેટ
સેખોં હર્ષવીર સિંહ - પુરુષોનો 4,000 મીટર ટીમ પર્સ્યુટ
ટ્રેક સાઈકલિંગ (પેરા) - 1 ખેલાડી
લીશા દાસ - મહિલાઓની ટ્રેક સાઈકલિંગ
વેટલિંફ્ટિંગ - 12 ખેલાડી
ઋષિકંત સિંહ - પુરુષોનો 60 કિગ્રા
એમ રાજા - પુરુષોનો 65 કિગ્રા
અજય બાબુ - પુરુષોનો 79 કિગ્રા
દિલબાગ સિંહ - પુરુષોનો 94 કિગ્રા
લવપ્રીત સિંહ - પુરુષોનો 110+ કિગ્રા
મીરાબાઈ ચાનૂ - મહિલાઓનો 48 કિગ્રા
જ્ઞાનેશ્વરી યાદવ - મહિલાઓનો 53 કિગ્રા
બિંદ્યારાની દેવી - મહિલાઓનો 58 કિગ્રા
હરજિંદર કૌર - મહિલાઓનો 69 કિગ્રા
સંજના - મહિલાઓનો 77 કિગ્રા
સેરમ નિરૂપમા દેવી - મહિલાઓનો 86 કિગ્રા
માર્ટિના દેવી - મહિલાઓનો 86+ કિગ્રા
આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ - 8 ખેલાડી
તપન મોહંતી - પુરુષોની ટીમ ઓલ-અરાઉન્ડ
તાપેશ્વરનાથ દાસ - પુરુષોની ટીમ ઓલ-અરાઉન્ડ
સ્વાતિશ કેપી - પુરુષોની ટીમ ઓલ-અરાઉન્ડ
સત્યજીત મંડલ - પુરુષોની ટીમ ઓલ-અરાઉન્ડ
પ્રણતિ નાયક - મહિલાઓની ટીમ ઓલ-અરાઉન્ડ
નિશ્કા અગ્રવાલ - મહિલાઓની ટીમ ઓલ-અરાઉન્ડ
એશિતા રેવાલે - મહિલાઓની ટીમ ઓલ-અરાઉન્ડ
પ્રતિષ્ઠા સામંત - મહિલાઓની ટીમ ઓલ-અરાઉન્ડ
3x3 બાસ્કેટબોલ (પેરા) - 4 ખેલાડી
રીના રમેશચંદ્ર ગુપ્તા - મહિલાઓનો વ્હીલચેર
ઈરેંગબમ રિતુ ચાનૂ - મહિલાઓનો વ્હીલચેર
જાધવ મીનાક્ષી હરીચંદ્ર - મહિલાઓનો વ્હીલચેર
રાયનવાર લક્ષ્મી રાયપ્પા - મહિલાઓનો વ્હીલચેર
ક્યારે, કયા દેશને મળી કોમનવેલ્થ ગેમ્સની યજમાની
1930 (હેમિલ્ટન, કેનેડા)
1934 (લંડન, ઈંગ્લેન્ડ)
1938 (સિડની, ઓસ્ટ્રેલિયા)
1950 (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)
1954 (વેંકુવર, કેનેડા)
1958 (કાર્ડિફ, વેલ્સ)
1962 (પર્થ, ઓસ્ટ્રેલિયા)
1966 (કિંગ્સ્ટન, જમૈકા)
1970 (એડિનબર્ગ, સ્કોટલેન્ડ)
1974 (ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડ)
1978 (એડમંટોન, કેનેડા)
1982 (બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા)
1986 (એડિનબર્ગ, સ્કોટલેન્ડ)
1990 (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)
1994 (વિક્ટોરિયા, કેનેડા)
1998 (કુઆલાલંપુર, મલેશિયા)
2002 (મેન્ચેસ્ટર, ઈંગ્લેન્ડ)
2006 (મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા)
2010 (નવી દિલ્હી, ભારત)
2014 (ગ્લાસગો, સ્કોટલેન્ડ)
2018 (ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયા)
2022 (બર્મિંગહામ, ઈંગ્લેન્ડ)2026 (ગ્લાસગો, સ્કોટલેન્ડ)
તારીખ - ઈવેન્ટ - ભારતના એથલીટના મેચ ટાઈમિંગ
23 જુલાઈ (ગુરુવાર) - ઓપનિંગ સેરેમની - રાત્રે 10:30 વાગ્યા IST થી ઓપનિંગ સેરેમની
24 જુલાઈ (શુક્રવાર) - સ્વિમિંગ, બોક્સિંગ, જીમ્નાસ્ટિક્સ, 3x3 બાસ્કેટબોલ, બોલ્સ, પાવરલિંફ્ટિંગ - મીરાબાઈ ચાનૂ મહિલાઓના 48 કિગ્રા ફાઈનલમાં. બોક્સિંગના ઈવેન્ટ્સ
25 જુલાઈ (શનિવાર) - સ્વિમિંગ, જીમ્નાસ્ટિક્સ, બોક્સિંગ - મહિલાઓની જીમ્નાસ્ટિક્સ ટીમનો ફાઈનલ; સ્વિમિંગમાં મેડલ માટે રેસ
26 જુલાઈ (રવિવાર) - વેટલિંફ્ટિંગ, જીમ્નાસ્ટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ - વ્યક્તિગત ઓલ-અરાઉન્ડ જીમ્નાસ્ટિક્સ ફાઈનલ; પુરુષોનું 60kg અને 65kg વેટલિંફ્ટિંગ
27 જુલાઈ (સોમવાર) - એથલેટિક્સ શરૂ, વેટલિંફ્ટિંગ, બોક્સિંગ - ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સ શરૂ; જીમ્નાસ્ટિક્સ એપેરેટસ ફાઈનલ
28 જુલાઈ (મંગળવાર) - એથલેટિક્સ, વેટલિંફ્ટિંગ, બોક્સિંગ ક્વાર્ટર-ફાઈનલ - બોક્સિંગમાં મેડલ રાઉન્ડ શરૂ
29 જુલાઈ (બુધવાર) - એથલેટિક્સ, સ્વિમિંગ, લોન બોલ્સ - પુરુષોનો શૉટ પુટ, રિલે અને મેડલે સ્વિમિંગ ફાઈનલ
30 જુલાઈ (ગુરુવાર) - ટ્રેક સાઈકલિંગ, એથલેટિક્સ, વેટલિંફ્ટિંગ, જ્યુડો - પુરુષોનું જેવલિન ક્વોલિફિકેશન; પુરુષોનો ટ્રિપલ જમ્પ ફાઈનલ
31 જુલાઈ (શુક્રવાર) - એથલેટિક્સ, જ્યુડો, ટ્રેક સાઈકલિંગ - બોક્સિંગ સેમિ-ફાઈનલ; મિક્સ્ડ 4x400m રિલે
01 ઓગસ્ટ (શનિવાર) - એથલેટિક્સ, બોક્સિંગ ફાઈનલ, ટ્રેક સાઈકલિંગ - પુરુષોનો જેવલિન ફાઈનલ (નીરજ ચોપરા); બોક્સિંગ ગોલ્ડ-મેડલ મુકાબલા
02 ઓગસ્ટ (રવિવાર) - એથલેટિક્સ ફાઈનલ, નેટબોલ, ક્લોઝિંગ સેરેમની - મેડલ માટે ફાઈનલ ઈવેન્ટ્સ - રાત્રે 10:30 વાગ્યા IST થી ક્લોઝિંગ સેરેમની

